Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

બીએસએનએલના નિવૃત જનરલ મેનેજર કે.એન. પટેલ (કનુકાકા) નો જન્મદિવસ

રાજકોટઃ બીએસએનએલના લાડીલા કનુકાકા  (કે.એન.પટેલ) નો આજે જન્મદિવસ છે. તેઓ ૧૯૭૮-૭૯ માં વડીયામાં ટેલીફોન ઓપરેટર તરીકે સૌપ્રથમ DOT માં જોઇન્ટ થયા અને પ્રતિઉતર પરીક્ષા આપીને સ્ટેપ બાય સ્ટેપ પ્રમોશન સાથે રાજકોમાં જ DGM  તરીકે નિવૃત થયા.

ઓપરેટર બાદ પ્રથમ પરીક્ષા ઉતિર્ણ કરી ૧૯૮૦માં મુંબઇ શહેરમાં JE તરીકે ટ્રેનીંગ પુરી કરી ત્રણ વર્ષ સુરતમાં ફિલ્ડ ટ્રેનીંગ લઇને સીધા રાજકોટ જયુબેલી બાગમાં પોસ્ટીંગ થયેલ. ૧૯૯૮ સુધીમાં લગભગ દરેક ક્ષેત્રનો અભ્યાસ કરી અને તેમનો સહયોગ ડિપાર્ટમેન્ટને આપેલ છે. ૧૯૯૮માં SDO સબ ડીવી ઓફીસર તરીકે જામનગર જીલ્લામાં પોસ્ટીંગ થયેલ. તેઓ જામનગર જેવા ગીચ સીટીમાં અઘરૂ કેબલનું નેટવર્ક પુરૂ કરવામાં અસંખ્ય પોતાનો ફાળો આપેલ. તેમની સેવાની કદર કરીને તેમનું પોસ્ટીંગ કાલાવડ ગામ અને ગ્રામ્યની જવાબદારી આપેલ જે કર્તવ્યનિષ્ઠ અને ક્ષમતા ધૈર્યથી કાલાવડ તાલુકાને ટેલીકોમ ક્ષેત્રે આગળ લાવવામાં ઘનીષ્ઠ સેવા આપીને ફરીવાર ૨૦૦૧ માં હોમટાઉન રાજકોટમાં પોસ્ટીંગ થયેલ. ૨૦૦૧ થી ૨૦૧૨ સુધી ત્રીજુ પ્રમોશન લઇને રાજકોટમાં વિવિધ પોસ્ટ (DE કોમ્યુટર) AGM  PR સીટી, AGM(MIS), EB જેવા મહત્વના ખાતા સંભાળેલ. ૧૦ વર્ષના ટેન્યોરમાં ફરી ૨૦૧૨માં વલસાડ ડિસ્ટ્રીકટમાં વાપી, સેલવાસ, દમણમાં પોસ્ટીંગ થયેલ.  કે.એન.પટેલને વાપીમાં VIA સૌરાષ્ટ્ર ASSO.  લોકલ MP, MLA  દરેકે તેમની સેવાની કદર કરી હતી. ફરીથી ૨૦૧૪માં  હોમટાઉન રાજકોટમાં પોસ્ટીંગની સાથે ધોરાજીમાં ગ્રામ્ય તથા સીટીમાં પોસ્ટીંગ થયેલ ત્યારપછી રાજકોટ સીટી લોહાનગરમાં DGM (ડેપ્યુટી જનરલ મેનેજર) તરીકે એડમીન લીગલ જનરલ, EB. MIS , VPT  જેવા જવાબદારી વાળા હોદામાં અવિરત કાર્ય કરીને ૨૦૧૮માં નિવૃત થયેલ. મો.૯૪૨૬૭ ૮૩૭૮૩, ૯૪૨૬૯ ૯૮૯૮૭

(11:34 am IST)