Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

૬૮ વર્ષ પૂર્ણ કરતા તેમણે કઇ બાબતોનો અહેસાસ કર્યો?

સહકારી ક્ષેત્રે ઉંચુ નામ એટલે એ.એસ.ખંધારઃ આજે જન્મદિવસ

રાજકોટ, તા.૨૫: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચપદો ઉપર રહીને પોતાની આગવી છાપ ઉભી કરનાર તથા અન્યોને પ્રેરણા આપનાર એ.એસ.ખંધારનો આજે જન્મદિવસ છે. સહકારી ક્ષેત્રે છેલ્લા ૪૨ વર્ષથી જોડાયેલા એ.એસ.ખંધાર હાલ રાજકોટ નાગરિક સહકારી બેંકના આર્બીટ્રેટર તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે તેમણે કોરોનાકાળમાં જીવંત રહ્યા એ ઉપલબ્ધીએ સદનસીબ છે તેથી વ્યકિત જીંદગીને સાર્થક કરવા તેમણે કેટલાક સૂત્રો આપ્યા છે.

સત્યને પકડો, સાચા માણસ બનો, સમયનો સદઉપયોગ કરો, કામ તુરત કરો, વધુ કરો, સમજ કેળવો અને મધ્યમા રહો. સ્વના દોષને સુધારો - આત્માના અવાજને અનુસરો. સર્જનહારની સૃષ્ટિને માણો સેવા અન્યની કરો જેથી ખુશીની ઇશ્વર ભેટ કરે.

૬૮ વર્ષ પૂર્ણ કરતા જીવન સંધ્યાએ અનુભવના અર્ક સ્વરૂપે ઉકત બાબતોનો અહેસાસ કરેલ છે. ઇશ્વર સહુનું કલ્યાણ કરે તેવી જન્મ દિવસે મંગલ પ્રાર્થના. એ.એસ.ખંધાર- નિવૃત ડાયરેકટર ઓફ સુગર કો.ઓપરેટીવ ગાંધીનગર, નિવૃત અધિક રજીસ્ટ્રાર ઓફ કો.ઓપ. સોસાયટીઝ ગાંધીનગર મો.૯૪૨૮૨ ૧૦૦૦૦

(10:13 am IST)