Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

કેશોદના પ્રાંત અધિકારી કવિયત્રી રેખાબા સરવૈયાનો જન્મદિન

રાજકોટઃ જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા રેખાબા ડી. સરવૈયાનો જન્મ તા. ૧૫ મે ૧૯૭૩ના દિવસે થયેલ. તેણીએ આજે ૪૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાબેના છત્રાસા ગામના વતની આર.ડી. સરવૈયા વિજ્ઞાન ક્ષેત્રે અનુસ્નાતક છે. તેમણે પત્રકારત્વનો અભ્યાસ પણ કરેલ છે. ઉચ્ચ શિક્ષણમાં એકથી વધુ વખત યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે રહ્યા છે. કુશળ વહીવટકર્તા (જી.એ.એસ. કેડર) હોવા ઉપરાંત  ગુજરાત સાહિત્ય અકાદમી અને પરિષદ માન્ય શ્રેષ્ઠ કવિયત્રી અને લેખિકા છે. ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમને મળ્યો છે. વાર્તા સંગ્રહના તેમના ૩ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. આકાશવાણી રાજકોટના એનાઉન્સર તરીકે પણ તેમનું યોગદાન છે. અગાઉ જૂનાગઢ, તાલાળા અને માણાવદરમાં મામલતદાર, મોરબીમાં નાયબ કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૭૧ - ૨૩૪૦૧૮, મો. ૯૯૨૫૦ ૧૭૫૮૪ - કેશોદ

(11:12 am IST)
  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • દરમિયાન જેનુ ઉડ્ડીયન થંભી ગયું છે તેમા જેટ એરવેઝમાં રોકાણ કરવા મુંબઇની ડાર્વીન ગ્રુપે માગણી રજુ કરી છે access_time 4:29 pm IST

  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST