Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ધોબી સમાજના અગ્રણી કાર્યકરઃ અખબાર ટેક્ષી ઓનર એસો,ના ઓનર શામજીભાઇ ચુડાસમાનો જન્મદિવસ

ધોબી સમાજ, શેખેશ્વર મંદિર અને રાતીયા હનુમાનજીના સેવકને શુભેચ્છા

રાજકોટઃ ધોબી સમાજના અગ્રણી કાર્યકર, અખબારી જગતમાં ટેક્ષી ક્ષેત્રે આગવી નામના ધરાવતા અને અખબાર ટેક્ષી ઓનર એસો,ના ઓનર શામજીભાઇ ચુડાસમાનો આજે જન્મદિવસ છે. તા.૧૫-પ-૧૯૪૩ના રોજ કોડીનારમાં જન્મેલા શામજીભાઇએ રાજકોટને તેની કર્મભૂમિ બનાવી છાપાની ટેક્ષી ક્ષેત્રે આગવી નામનાં ઉભી કરી છે.

અકિલા ટેક્ષી કોન્ટ્રાકટર એવા શામજીભાઇ ચૂડાસમાંનો આજે ૭૬માં વર્ષમાં મંગલપ્રવેશ થયો છે. ધોબી સમાજના અગ્રણી કાર્યકર, રૈયા રોડ પરના શંખેશ્વર મંદિર અને રાતીયા હનુમાનજી મંદિરના અનન્ય સેવક છે આજે તેઓના જન્મદિવસે મિત્રો શુભેચ્છકો તરફથી તેઓને (૯૪૨૯૦ ૪૯૭૩૯) પર શુભેચ્છા પાઠવાઇ રહી છે.

(10:03 am IST)