Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાનો જન્મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાનો આજે તા. ૧૪ મે ના રોજ જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૫૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વશરામભાઈએ ૧૯૮૯માં બોટાદ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ બની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ૧૯૯૨માં રાજકોટમાં શહેરમા કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા હતા. તેઓએ રાજકોટ શહેરમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળી છે. ૨૦૧૦માં કોર્પોરેશનની ચૂંટણી લડી વિજય થયા હતા. તેઓએ ૨૦૧૦માં વિપક્ષી નેતાની કામગીરી સંભાળી ચૂકયા છે. પુનઃ ૨૦૧૬થી વિરોધ પક્ષના નેતા છે. તેઓ ડો. બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટ, અલમીન માનવ સેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, દલિત જનકલ્યાણ સંઘ સહિતની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે તેમના જન્મ દિવસે રાજકીય, મિત્રો, શુભેચ્છકો દ્વારા (મો. ૯૮૨૫૧ ૬૫૧૯૧) શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(4:23 pm IST)