Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મોટાગજાના બિલ્ડર અને ખોડલધામના ટ્રસ્ટી પરેશ ગજેરાનો જન્મદિવસ

રાજકોટઃ મોટાગજાના બિલ્ડર અને લેઉવા પટેલ સમાજના અગ્રણી એવા શ્રી પરેશભાઈ ગજેરાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વીજીવનના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ગુજરાત બિલ્ડર એસોસીએશન અને રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ છે. તેમજ ખોડલધામ- કાગવડના ટ્રસ્ટી તથા સોમનાથની લેઉવા પટેલ અતિથિ ભવનમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. પરેશભાઈ નાની- મોટી અનેક સેવા સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓના જન્મદિને મિત્રવર્તુળ, વિવિધ સંસ્થાના આગેવાનો, સામાજીક અગ્રણીઓ મો.૯૩૨૭૪ ૩૬૦૩૬ ઉપર અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે.

(3:25 pm IST)