Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

જીલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટનો જન્મ દિવસ

જેતપુર, તા. ૧૧ :. શહેરના પનોતા પુત્ર અને છોટે સરદારનું બિરૂદ મેળવેલ સ્વ. સવજીભાઈ કોરાટે શરૂ કરેલ સેવાની જ્યોતી કોરાટ પરિવારે સદાય જલતી રાખી છે. આજે કોરાટ પરિવારના પ્રશાંતભાઈ કોરાટનો જન્મ દિવસ છે. સવજીભાઈએ મંત્રી તરીકે સેવા આપ્યા બાદ તેમના પત્ની જશુમતીબેન પણ આજ પંથે ચાલતા લોકોએ તેમને ત્રણ વખત ચૂંટતા મંત્રી સુધીની જવાબદારી મેળવેલ હાલ પ્રશાંતભાઈ પણ છેલ્લા ઘણા વર્ષોથી પિતાના પગલે ચાલી રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ ઉપરાંત પોરબંદર જીલ્લા યુવા ભાજપ સંગઠન પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યા છે. કોરાટ પરિવારે લોક સેવા જીવનમંત્ર બનાવ્યો હોય પ્રશાંતભાઈએ પણ લોકોના હૃદયમાં ઉંચેરૂ સ્થાન મેળવ્યુ છે. આજે તેના જન્મ દિવસે મો. ૯૪૨૭૫ ૬૨૩૨૬ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(2:01 pm IST)