Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

છાતી છપ્પનની, ઉંમર છાંસઠની, કાલે દિલીપ સંઘાણીનો જન્મદિન

સીઢિયા ઉન્હે મુબારક હો, જીન્હે સિર્ફ છત તક જાના હૈ

મેરી મંજીલ તો આસમાન હૈ, રાસ્તા મુજે ખુદ બનાના હૈ,

રાજકોટઃ. ગુજરાતના જાહેર જીવનમાં જનસંઘ વખતથી અણનમ રહેલા અમરેલીના સપૂત શ્રી દિલીપ સંઘાણી ગઈકાલે ઈફકોના વાઈસ ચેરમેન બનવા બદલ શુભેચ્છાથી ભીંજાતા હતા. આવતીકાલે તેમના પર જન્મદિનની શુભેચ્છા અનરાધાર વરસશે. તેમનો જન્મ ૧૯૫૪ના વર્ષની ૧૨ મે એ થયેલ. આવતીકાલે ૬૬માં વરસની ડોર બેલ વગાડશે.

ભાજપના અગ્રીમ નેતા શ્રી દિલીપ સંઘાણી ભૂતકાળમાં રાજ્યના કૃષિ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન, કાયદો અને ન્યાય તંત્ર, જેલ વગેરે વિભાગોના કેબીનેટ પ્રધાન તરીકે રહી ચૂકયા છે. એક સમયે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી હતા. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને ગુજકોમાસોલના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. રાજકીય કારકિર્દીના પ્રારંભે અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદે રહ્યા હતા. ૪ વખત લોકસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યુ હતુ. સહકારી બેંકોના રાષ્ટ્રીય ફેડરેશનના ચેરમેન તરીકે પણ તેમનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. ગઈકાલે ઈફકો જેવી રાષ્ટ્રીય કક્ષાની નામાંકિત સંસ્થામાં વાઈસ ચેરમેન બનતા તેમની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. તેઓ સારૂ બોલવા કરતા સાચુ બોલવાને વધુ મહત્વ આપે છે. તેમની સફળતાની રંગોળીમાં જીવનસંગીની શ્રીમતી ગીતાબેને આકર્ષક રંગ પૂર્યા છે.

મો. ૯૪૨૬૬ ૨૨૯૨૯ - અમરેલી

(11:35 am IST)
  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST

  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • મહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST