Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

સાર્વજનિક જીવનમાં મુકેશ દોશી ફર્સ્ટ કલાસ પાસઃ હેપ્પી બર્થ ડે

પરમાર્થે ખર્ચે તન, મન, ધન...બેસી ગયુ વર્ષ પંચાવન...

રાજકોટઃ જસદણ તાલુકાના ભાડલા ગામના વતની બાળપણથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા અને ચાર દાયકાથી વધુ સમયથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનારા અને હંમેશા સમાજને માટે કાંઈક નોખું-અનોખું કરવાની પ્રબળ ભાવના ધરાવતા જાહેર જીવનના અગ્રણી મુકેશભાઈ દોશી આજે ૫૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. દેશ-વિદેશમાં નામના ધરાવતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ - ઢોલરાના સ્થાપક યંગસ્ટાર કલબ ઓફ રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપતા મુકેશભાઈએ રાજકોટના જાહેર જીવનમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરેલ છે. શિક્ષણ ક્ષેત્રમાં ૧૧૯ વર્ષ જૂની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, કોટેચા ગર્લ્સ સ્કૂલ અને આર.ડી. ગારડી, બી.એડ્., એમ.એડ. લો કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેકટર તરીકે પણ રહી ચૂકયા છે. વિદ્યાર્થી અવસ્થાથી જ નેતૃત્વના ગુણો ધરાવતા મુકેશ દોશી રાજકોટ શહેર ભાજપના મંત્રી તરીકે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી ચૂકયા છે. શહેર ભાજપના કાયમી નિમંત્રીત કારોબારી સભ્ય પણ છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા અતિ લાગણીશીલ અને સંવેદનશીલ વ્યકિત છે. ખૂબ જ સારા વકતા, સંગઠક, સંચાલક, લેખક અને માનવીય અભિગમ ધરાવતા મુકેશભાઈ હંમેશા સૌને સાથે રાખીને ચાલનારા છે. માનવ સેવા એ જ માધવ સેવાને પોતાનો જીવનમંત્ર બનાવનારા મુકેશભાઈ શહેરની અનેકવિધ સેવાકીય, સામાજિક, રચનાત્મક અને માનવતાવાદી પ્રવૃતિ કરતી સંસ્થાઓના માર્ગદર્શક તરીકે કાર્યરત છે. રકતદાન, ચક્ષુદાન, દેહદાન, થેલેસેમીયા સહિતની પ્રવૃતિઓમાં રસ ધરાવતા મુકેશભાઈને ૫૫માં જન્મ દિવસ નિમિતે મોબાઈલ નં. ૯૮૨૫૦ ૭૭૭૨૫માં લાગણીભીની શુભકામના વરસી રહી છે.

(12:58 pm IST)
  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • શ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST