Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

શહેર ભાજપ કારોબારી સભ્ય અને યુવા બ્રહ્મઅગ્રણી જયેશ દવેનો જન્મદિવસ

રાજકોટ : શહેર ભાજપ કારોબારી સભ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેમજ યુવા બ્રહ્મઅગ્રણી જયેશ દવેનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જયેશ દવે વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાઈ વોર્ડના લોકપ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર રહ્યા છે. સમયાંતરે ચૂંટણીઓમાં નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવેલ હોવાથી ભૂતકાળમાં અનેકવિધ જવાબદારીઓ સંભાળેલ છે. જેમાં વોર્ડના મહામંત્રી તરીકે વોર્ડ નં.૧૬ના પ્રમુખ તરીકે અને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે રહી ચૂકયા છે. ત્યારે વર્તમાનમાં તેઓ શહેર ભાજપના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સાથોસાથ એસટી સલાહકાર સમિતિમાં પણ જવાબદારી સંભાળી એસટીના અનેક પ્રશ્નો માટે રજૂઆત કરી છે. આમ રાજકીય ક્ષેત્રની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ અનેરૂ યોગદાન આપી રહ્યા છે. બ્રહ્મસમાજના કાર્યક્રમોમાં સતત સક્રિય રહી ખરા અર્થમાં યુવાનોના માર્ગદર્શક બન્યા છે. પરશુરામ જન્મોત્સવમાં પણ સેવારત રહ્યા છે. પુનિતનગર સોસાયટીમાં આવેલ રામેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે મેહુલનગર યુવા ગ્રુપના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી સેવાકીય કાર્યક્રમો યોજી જરૂરીયાતમંદ લોકોની સાથે રહ્યા છે. તેમજ એસટી ન્યુઝ પેપર પાર્સલના કોઓર્ડીનેટર અને કોન્ટ્રાકટરની કામગીરી સંભાળી રહ્યા છે. વૈભવી ઈન્ટીરીયર પ્રાઈવેટ લી. કંપનીના ડાયરેકટર તરીકે વ્યસાયમાં પ્રવૃત છે. આજે તેમના જન્મદિવસે તેમના મો.૯૮૨૫૨ ૦૯૯૫૪ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(11:39 am IST)