Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

સાવરકુંડલાના 'અકિલા'ના પત્રકાર દિપકભાઇ પાંધીનો જન્મદિન

સાવરકુંડલા, તા. ૭ : પત્રકારીત્વ ક્ષેત્રે સેવા આપતા ઉત્સાહી અને ઉંડી સુઝ-બુઝ ધરાવતા 'અકિલા'ના પત્રકાર દિપક પાંધીનો આજે જન્મદિન છે. જીવનયાત્રાના પ૧ વર્ષ પૂરા કરી આજ રોજ પર માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. કોમર્સ ગ્રેજયુએટ એવા દિપક પાંધી સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો-કાર્યકર મિત્રો-સંસ્થાઓ સાથે વ્યાપક સંપર્ક ધરાવે છે. ૧૯૮પની સાલથી પિતાના પગલે સમાજને તટસ્થ માહિતી આપવા પત્રકારીત્વની સેવા સ્વીકારી છે.

તલસ્પર્શી સમાચારો મેળવી ઝડપથી વાંચકો સુધી પહોંચાડવા, ખોટુ કરવું નહીં અને ખોટુ કરનારાને સહકાર આપવો નહીં. લાયકાત કે યોગ્યતા વગર કોઇને ખોટી પ્રસિદ્ધિ આપવી નહીં અને લાયક સેવાકીય સંસ્થા-કાર્યકરો-સામાજીક આગેવાનોની સેવા પ્રવૃતિને સમાજ સમક્ષ રજૂ કરવી તેવા વારસામાં મળેલા નિષ્ઠા અને પ્રમાણિકતા સાથેના રચનાત્મક પત્રકારીત્વનો સિદ્ધાંત સ્વીકારી પત્રકારીત્વ ક્ષેત્રે સમાજમાં અદકેરૂ સ્થાન હાંસલ કરેલ છે. રચનાત્મક અને પ્રમાણિક પત્રકારત્વથી સમાજમાં લોકપ્રિય બનેલા પત્રકાર દિપક પાંધીને જન્મદિન નિમિત્તે મિત્રો-સ્નેહીજનો-રાજકીય, સામાજીક આગેવાનો સાથી પત્રકાર મિત્રો તરફથી મો. ૯૩૭૭૪ ૪૬૯પ૦ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:38 am IST)