Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

યુવા એડવોકેટ નાનજીભાઇ ખીમસુરીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૯ : લોધીકા ગામે જન્મેલા અને બી.એ. એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરી વકીલાત ક્ષેત્રે રાજકોટમાં કેડી કંડારી સારી ટુંકાગાળામાં સારી ચાહના હાંસલ કરી લેનાર યુવા એડવોકેટ નાનજીભાઇ રૂડાભાઇ ખીમસુરીયાનો આજે જન્મ દિવસ છે. રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં છેલ્લા ૯ વર્ષથી પ્રમુખપદ સંભાળવા સાથે અમી મહિલા હસ્તકલા ઉત્પાદન અને વેંચાણ સહકારી મંડળીમાં ૧૨ વર્ષથી માનદમંત્રી તરીકે તેમજ નેશનલ ક્રેડીટ કો-ઓપ.સોસાયટીમાં ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. જીવનકાળના ૪૮ વર્ષમાં ૩૩ વખત રકતદાન કરી ચુકયા છે. તેઓના જન્મ દિવસ નિમિતે મો.૯૮૭૯૫ ૯૯૨૨૦ ઉપર ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:48 pm IST)