Gujarati News

Gujarati News

News of Thursday, 21st September 2023

ગોંડલ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ વસાણીનો જન્‍મદિન

ગોંડલ : ગોંડલ વેપારી મહામંડળના પ્રમુખ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના ઉપપ્રમુખ તથા લોહાણા મહાજન ગોંડલના પૂર્વ ઉપપ્રમુખ, નગર સેવા સદન એડવાઇઝર બોર્ડના સદસ્‍ય, લોહાણા મહા પરિષદ (આંતરરાષ્‍ટ્રીય) અને શહેર ભાજપ ગોંડલના કારોબારી સદસ્‍ય તથા કેન્‍દ્ર સરકારના રેલ્‍વે બોર્ડના સભ્‍ય વિનુભાઇ જી. વસાણીનો આજે જન્‍મદિન છે. તેનો જન્‍મ તા.ર૧/૯/૧૯૪ર ના  રોજ થયો હતો.

વિનુભાઇ વસાણી ગોંડલ શહેરમાં લોહાણા સમાજની સાડા પાંચ દાયકાથી સક્રિય રીતે અનેકવિધ હોદ્દાઓ સાથે જોડાઇને ઉમદા સેવાનું કાર્ય કરવાની સાથે અન્‍ય સામજિક સંસ્‍થાઓ વૈષ્‍ણવો હવેલીઓમાં ટ્રસ્‍ટી મંડળો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ રામજીમંદિર તથા પૂજય ગુરૂદેવ સાથે પણ જોડાયેલા રહ્યા છે.

ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સમાં વેપારી એસોસીએશન તેમજ તમામ વેપારીઓના પ્રશ્નો જી.એસ.ટી. ઇન્‍કમ ટેક્ષ, ટ્રાન્‍સપોર્ટેશન, બેંકના પ્રશ્નો, નગરપાલીકાના નાના મોટા અનેક પ્રશ્નો માટે સક્રીય કાર્યરત રહ્યા. રેલ્‍વેના અનેકવિધ પ્રશ્નોને લઇને કેન્‍દ્ર સરકારે રેલ્‍વે બોર્ડમાં, સલાહકાર બોર્ડમાં, કેન્‍દ્ર સરકારમાં સભ્‍ય તરીકે નિમણુંક કરવામાં આવી. જેમાં પ્‍લેટફોર્મ નં. રમાં છાપરા મુકવા, પાણીની વ્‍યવસ્‍થા, એક નંબરના પ્‍લેટ ફોર્મમાંથી ર નંબરના પ્‍લેટ ફોર્મમાં જવા માટે પેસેન્‍જરોને પાટા ટપીને જવું પડતું હોવાથી અકસ્‍માતનો ભય રહેતો હતો, જેથી અન્‍ડર ગ્રાઉન્‍ડ બ્રીજ આશરે રૂા.૪ કરોડ ખર્ચીને સરકાર પાસેથી કામ કરાવ્‍યું. તેમાં સાંસદ રમેશભાઇ ધડુક તરફથી પુરતો સહકાર મળ્‍યો, યુવક મંડળના પ્રમુખથી લઇને વિદ્યાર્થીભવન લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે વર્ષો સુધી ઉમદા કામગીરી કરી. આ ઉપરાંત આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થામાં લોહાણા મહા પરિષદમાં પ્રમુખ તરીકે બાબા શેઠ, મયુરભાઇ મજીઠીયા, જેન્‍તીભાઇ કુંડલીયા, યોગેશભાઇ લાખાણી, પ્રવિણભાઇ કોટક, સતિષભાઇ વિઠલાણી દરેક પ્રમુખો સાથે ઉમદા સેવા આપી કારોબારી સભ્‍ય તરીકે રહ્યા. ઢળતી ઉંમરે તેનો વરિષ્‍ઠ લોહાણા સમાજના પ્રમુખ તરીકે રહીને વૃધ્‍ધાશ્રમ, બાલાશ્રમ, ગૌશાળામાં લાપશી સેવા, વડીલો માટે વોકર સેવા, શિયાળામાં ધાબળા, ચાદર વિતરણ, તેમજ નાસ્‍તાના પેકેટની સેવા એમ એનક વિધ કાર્યો કરીને શ્રેષ્‍ઠ સેવાઓ આપી છે. મો.૯૯૯૮૩ ૧૩૯પ૦, મો.૯૪ર૬પ ૪૧૧૪૭ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(2:33 pm IST)