Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

નિવૃત પોલીસ અધિકારી જે.બી. જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા. ર૦ : રાજકોટ તાલુકાના સુકી સાજડીયાળી ગામના વતની અને રીટાયર્ડ પોલીસ ઇન્‍સ. શ્રી જસવંતસિંહ ભીખુભા જાડેજા (જે.બી.જાડેજા) નો આજે જન્‍મદિવસ છે. રીટા. પીઆઈ જે.બી.જાડેજા સને ૧૯૭૭ ની સાલમાં ડાયરેક્‍ટ પીએસઆઈ તરીકે ભરતી થયા બાદ જામનગર, જોડિયા, રાજકોટ રૂરલ, જસદણ, મહેસાણા, કડી, રાજકોટ શહેર, સુરેન્‍દ્રનગર, પોરબંદર, એન્‍ટી ટેરરિસ્‍ટ સ્‍ક્‍વોડ એટીએસ અમદાવાદ, અમદાવાદ શહેર, જેવી અગત્‍યની જગ્‍યાઓ ઉપર ફરજ બજાવી, પોલીસ ઇન્‍સ. તરીકે નિવળત્ત થયેલા છે. તેઓએ જ્‍યાં જ્‍યાં નોકરી કરી છે, ત્‍યાં લોકો આજે પણ તેઓની ફરજ નિષ્ઠા, પ્રમાણિકતા, માનવતા વાદી વલણને પ્રજા અને પોલીસ સ્‍ટાફ આજે પણ યાદ કરે છે. વિશાળ ચાહક વર્ગ ધરાવતા રીટા. પોલીસ ઇન્‍સ. શ્રી જે.બી.જાડેજા, સિનિયર પોલીસ અધિકારીઓ અને પ્રજામાં પ્રિય હોવાથી તેઓના ફરજકાળ દરમિયાન તેઓની બદલી બંધ રખાવવા અવાર નવાર માંગણીઓ થયેલાંના દાખલાઓ છે. સામાજિક ક્ષેત્રે પણ તેઓ અલગ છાપ ધરાવે છે. તેઓએ સુરેન્‍દ્રનગરના બજાણા પોલીસ સ્‍ટેશન, રાજકોટના જસદણ પોલીસ સ્‍ટેશન, જામનગર, મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્‍ટેશન અને એટીએસ ખાતે યાદગાર ફરજ બજાવેલ હોઈ, લોકો આજે પણ તેઓને યાદ કરે છે.

(5:47 pm IST)