Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

અનૂસૂચિત જાતિ કલ્‍યાણ નિયામક રચિત રાજનો જન્‍મદિન

જુનાગઢના ભૂતપૂર્વ જિલ્‍લા કલેકટર

રાજકોટ : જુનાગઢ જિલ્લાના કલેટકર તરીકે રહી ચૂકેલા રચિત રાજનો આજે જન્‍મદિવસ છે. મૂળ ઝારખંડમાં પાલયા જિલ્લાના ભીલાશ ગામના વતની અને ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ.આઇ. કેડરના અધિકારીનો જન્‍મ ર૦ સપ્‍ટેમ્‍બર ૧૯૮૯ દિવસે થયેલ. ભૂતકાળમાં દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી, પાટણ, સપ્‍લીમેન્‍ટરી મદદનીશ કલેકટર, વડોદરા સાવલી મદદનીશ કલેકટર, છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે યશસ્‍વી ફરજ બજાવી ચૂકેલ છે. તેઓ ર૦૧૩ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે હાલ રાજયમાં શેડયુલ્‍ડ વેલ્‍ફેર ડીરેકટર તરીકે કાર્યરત છે. આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.   

ફોન નં. ૦૭૯-ર૩રપ૩રર૯ મો.૯૯૭૮૪ ૦૭૬૩૩ ગાંધીનગર

(1:56 pm IST)