Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

કામનાથ પ્રાઇવેટ લી.નાં એમડી ચેરમેન પ્રિયંવદન કક્કડનો આજે જન્‍મ દિવસ

દેશ વિદેશની ઇવેન્‍ટસમાં જેમનું નામ ટોચ પર છે તેવા આ નમ્ર વ્‍યકિત પર અભિનંદન વર્ષે છે અપરંપાર

રાજકોટઃ મૂળ રાજકોટના સેવાભાવી શાંતિ દાદા કકકડના પુત્ર અને રાજ્‍ય સરકારની મહત્‍વની ઇવેન્‍ટસ કે જેમાં કોઈ રાષ્‍ટ્રના રાષ્‍ટ્રપતી વિગેરેનું આગમન હોય કે કોઈ પ્રતિષ્ઠાભરી ઇવેન્‍ટ હોય કે તેમના કાર્ડ અનોખી રીતે તૈયાર કરવાના હોય કે સરકારની કોઈ મહત્‍વની યોજના લોકો સુધી પહોંચાડવાની હોય ત્‍યારે હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી જે સમયે મુખ્‍ય મંત્રી હતા એ સમયથી નરેન્‍દ્રભાઇ જેવા દિવ્‍ય દ્રષ્ટિ ધરાવતા વ્‍યકિત કે હોય કે વર્તમાન સરકાર તેમના પોતાના દીર્ઘ દ્રષ્ટિવાળા કાર્યથી હંમેશ ગુડ બૂકમાં રહેનાર પ્રીયવદન કકકડનો આજે જન્‍મ દિવસ છે, પિતા બેડીનાકા પાસે આવેલ શિવજી કામનાથ મહાદેવના પેઢી દર પેઢીથી ભકત એટલે પિતા માફક કામનાથ મંદિરની વરણાગીમાં ઉઘાડા પગે આગેવાની લેનાર પ્રિયંવદન કકકડ દ્વારા દિવ ખાતે ટેન્‍ટ રિસોર્ટ વિકસાવવા સાથે ઘણા સર્કિટ હાઉસના આધુનિકરણમાં તેમની ભૂમિકા ખૂબ મહત્‍વની છે, દમણ ખાતે પણ ટેન્‍ટ રિસોર્ટ વિકસાવવામાં તેમનો સિંહફાળો છે, પોતાના કાર્યથી પોતાની ઓળખ ઊભી કરવામાં વિશ્વાસ ધરાવતા આ નિખાલસ , ઉમદા મિત્રના સંઘર્ષમાં પત્‍ની પ્રીતિબેન અને પુત્ર અવધનો ખૂબ સહકાર રહ્યો છે. મો.૯૦૯૯૦ ૩૮૫૫૫

(12:04 pm IST)