Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

રેલ્‍વે મઝદૂર સંઘના લડાયક નેતા હિરેન મહેતાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સમાજ કલ્‍યાણ અર્થે વિવિધ ક્ષેત્રોમાં સતત સક્રિયપણે સેવાઓ આપનાર,  શ્રી હિરેનભાઈ મહેતાનો આજે જન્‍મદિવસ છે. જેઓ છેલ્લા ૧૬ વર્ષોથી ડિવિઝનલ સેક્રેટરી-રાજકોટ-વે.રે.મ.સ.) તરીકે રેલકર્મીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરી રહ્યા છે અને   સમગ્ર વેસ્‍ટર્ન રેલવે મઝદૂર સંઘ (મુંબઇ)ના ઝોનલ ર્વકિંગ જનરલ સેક્રેટરી પદ પર ૨૦૨૩માં ચૂંટાયા.

ગુજરાત સ્‍ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના સહમંત્રી તરીકે કાર્યરત. રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ ટેબલ ટેનિસ એસોસિએશનના માનદ મંત્રી તરીકે કાર્યરત, ટેબલ ટેનિસ રમતમાં રાષ્‍ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્‍યનું અનેકવાર પ્રતિનિધિત્‍વ કરેલ છે અને ઓલ ઇન્‍ડિયા રેલવે ટેબલ ટેનિસમાં સિલ્‍વર મેડલ જીતેલા છે.

અનેક સામાજીક અને કલ્‍યાણ પ્રવૃતિઓ જેવી કે રકતદાન કેમ્‍પ, મેડિકલ હેલ્‍થ કેર કેમ્‍પ, શૈક્ષણિક સહાય કેમ્‍પ, રમતગમતની વિવિધ ટુર્નામેન્‍ટ નું આયોજન કરી સ્‍પોર્ટ્‍સના ઉત્‍થાન માટે પ્રયત્‍નશીલ છે, રાષ્‍ટ્રીય તહેવાર ૨૬ જાન્‍યુઆરી પર બાળકો માટે ખેલકૂદની સ્‍પર્ધાઓ, થેલેસેમીયા ટેસ્‍ટના કેમ્‍પ, વળક્ષારોપણ કાર્યક્રમ, સાંસ્‍કળતિક કાર્યક્રમો, હોસ્‍પિટલમાં સારવાર અર્થે દર્દીઓની સહાય, જરૂરીયાતમંદને હોસ્‍પિટલમાં ટિફિન સેવા, કોરોના કાળમાં અવિરત જરૂરી સેવાઓ, સફળ વિદ્યાર્થીઓના સમ્‍માન સમારોહ જેવા વિવિધ લોક સેવાના આયોજન સાથે ઘનિષ્‍ઠ રીતે સંકળાયેલા  છો.

હિરેન મહેતાએ અત્‍યાર સુધીમાં ૧૦૨ વાર રકતદાન કરી ઉમદા/ ઉત્‍કળષ્ટ માનવ સેવા કરી ટેબલ ટેનિસ,  ટેનિસ,  ફૂટબોલ,  વોલીબોલ,  બાસ્‍કેટબોલ, ક્રિકેટ અને એથ્‍લેટિકસનું નિયમિત આયોજન કરી રહ્યા છે. છેલ્લા ૪૧ વર્ષોથી જાહેર જીવનમાં, ટ્રેડ યુનિયન, રમત ગમત, સમાજ કલ્‍યાણ અને માનવ સેવાઓની પ્રવળતિઓમાં સતત કાર્યરત રહી બહુમૂલ્‍ય પ્રદાન કરી રહેલ છે.

આપ રેલકર્મચારીઓના હક અને હિત માટે સતત સંઘર્ષ કરી લડત પણ આપી રહ્યા છે. આજે તેમના જન્‍મદિવસે તેઓને તેમના મો.૯૪૨૬૧ ૬૫૨૮૩ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(11:59 am IST)