Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

રાજયનાં પૂર્વ કેબીનેટ મંત્રી જસાભાઇ બારડનો જન્‍મદિન

(રામસિંહ મોરી-મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) સુત્રાપાડા-પ્રભાસ પાટણ તા. ૧૯ : સુત્રાપાડાના પનોતા પુત્ર અને પૂર્વ કેબીનેટ મંત્રી જસાભાઇ બારડનો આજે જન્‍મ દિવસ છે.

ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને સોમનાથ-તાલાલા મત વિસ્‍તારના પુર્વ ધારાસભ્‍ય જસાભાઇ બારડનો આજે તા. ૧૯ સપ્‍ટે. મંગળવારે જન્‍મ દિવસ છે.

તા. ૧૯ સપ્‍ટે. ૧૯પર ના રોજ ગીર સોમનાથના સુત્રાપાડા મુકામે જન્‍મેલા તેઓ સરપંચથી માંડી રાજયના કેબીનેટ મંત્રીપદ સુધી રહી ચૂકયા છે. સારો-મળતાવડો સ્‍વભાવ અને ધીરજપૂર્વક લોકોની વાત સાંભળવાનો તેઓના ગુણને કારણે આજે પણ તેઓ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ છે. ઉપરાંત - સહકારી બેંકના ડીરેકટર અને જમીન વિકાસ બેન્‍ક ત્રણ જીલ્લા પોરબંદર-ગીર સોમનાથ અને જૂનાગઢના પ્રમુખ તરીકે કાર્યરત, ખેતી બેંક રાજય ડાયરેકટર રાજય કૃષી બેન્‍ક ડાયરેકટર સહિત અનેક વિધ સેવા સંસ્‍થાઓમાં સેવાઓ આપી રહ્યા છે.

તેમનો ચાહક વર્ગ બહોળો છે તેમના જન્‍મદિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ થઇ રહ્યો છે. મો. ૯૮ર૪૦ ૪૧૭પ૮

(12:30 pm IST)