Gujarati News

Gujarati News

News of Saturday, 16th September 2023

ઉત્‍સવ ગૃપના દિનેશ વિરાણીનો જન્‍મ દિવસ

છેલ્લા ૩૦ વર્ષથી મુંબઇના શ્રેષ્‍ઠ નાટકોનું સફળ આયોજન કરેલ દિનેશ વિરાણીએ ૧૯૯૦માં કિશોરકુમાર પાસેથી તાલિમ લીધી હતી

રાજકોટ તા. ૧૬: શહેરમાં કે સૌરાષ્‍ટ્રમાં નાટક શબ્‍દ આવે એટલે દિનેશ વિરાણીનું નામ પ્રથમ આવે, આ માણસ નાટક માટે જીવતો માણસ હોવાથી છેલ્લા ૩૦ વર્ષથી મુંબઇના શ્રેષ્‍ઠ નાટકો તેમની સંસ્‍થા ઉત્‍સવ ગૃપના બેનરતળે રાજકોટમાં લાવીને કલા પ્રેમીઓના દિલમાં અનેરૂ સ્‍થાન મેળવેલ છે. નાટકના પર્યાય સમા દિનેશ વિરાણીનો આજે જન્‍મ દિવસ છે.

કાદરખાન, પરેશ રાવલ જેવા દિગ્‍ગજ કલાકારોના નાટય શોનું સફળ આયોજન ઉત્‍સવ ગૃપે કરેલ છે. ઉત્‍સવ ગૃપમાં કપલ કલબ મ્‍યુઝિક કલબ જેવી વિવિધ પાંખો શરૂ કરીને કલા પ્રેમીઓને રસપ્રચુર મનોરંજન કરાવી રહ્યા છે. નિરાધાર વૃધ્‍ધોને મફત પ્રવાસ, રંગોળી સ્‍પર્ધા અને યુવા કલાકારો માટે નાટક સેમીનાર પણ યોજવામાં આવે છ.ે આજે ટીવી સિરીયલનો ક્રેઝ છે, ત્‍યારે રાજકોટમાં જાણીતા કલાકારોને ઉત્‍સવના આંગણે લાવીને મનોરંજન પુરૂં પાડી રહ્યા છે. ગુજરાત નાટકો લોકોને જોતા કરવામાં તેઓ સતત કાર્યરત હોય છે. અંગ્રેજી માધ્‍યમમાં ભણતા યુવાનોને પણ મફત એન્‍ટ્રી આપીને ગુજરાતી ભાષા પ્રત્‍યેનો પ્રેમ બતાવેલ છે. આજે તેમના જન્‍મ દિવસે દિનેશ વિરાણી (૯૯૦૪૦ ૯૩૦૩૯) ને શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:29 pm IST)