Gujarati News

Gujarati News

News of Saturday, 16th September 2023

જામનગરનાં સામાજીક અને રાજકીય સંકુલમાં કાર્યરત શિવુભા ભાટીનો કાલે જન્‍મદિવસ

જામનગર તા.૧૬ : દાણીધારધામના સેવક શિવુભા ભીમસિંહ ભાટ્ટીનો આજે જન્‍મદિવસ છે. તેમનો જન્‍મ મોટી મેંગણી (રાજકોટ) ગામે તા.૧૭-૯-૧૯૬૩ના રોજ  થયો હતો. શિવુભા સમગ્ર સૌરાષ્‍ટ્રમાં પ્રખ્‍યાત યાત્રાધામ એવા આશરે ૪૦૦ વર્ષ પૌરાણિક જગ્‍યા શ્રીનાથજી દાદા દાણીધાર ધામ તા. કાલાવડ (શીતલા)માં સેવક તરીકે છેલ્લા ૩૦ વર્ષથી સેવા આપે છે. તેઓના તેમના ગુરૂજી બ્રહ્મલીન પરમ પુજય સંતશ્રી ઉપવાસી બાપુ થી પ્રેરણા મળેલ છે. ર૦૧પથી તેઓ શ્રીનાથજી ગૌ શાળા ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે. છેલ્લા ર૬ વર્ષથી શિવુભા જામનગર શહેર ભાજપમાં સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત છે. જામનગર શહેરના વોર્ડ નં.૩માં પ્રમુખ તથા બે ટર્મ ઉપપ્રમુખ બે વખત ધારાસભા, બે વખત લોકસભા અને ૩ વખત કોર્પોરેશનની ચુંટણીમાં સહ ઇન્‍ચાર્જ તરીકે ભુમિકા નિભાવી છે હાલ તેઓને શહેર ભાજપમાં કારોબારી સભ્‍ય તરીકે ત્રીજી વખત નિમણુંક કરેલ છે. તે ઉપરાંત શિવુભા શ્રીનાથજી મરીન સર્વિસના નામે છેલ્લા રર વર્ષથી વ્‍યવસાય પણ કરે છે. મો.૯૮ર૪૪ ૭પ૧૭પ                       

(2:06 pm IST)