Gujarati News

Gujarati News

News of Saturday, 16th September 2023

સંજય ચાવડાનું થનગનતુ અને મનગમતુ જીવન: કાલે જન્મદિન

લાગણીભીની સુગંધ મને ભીતર સુધી વીંધે છે, ફુલોને પૂછુ સરનામુ તો શુભેચ્‍છકો તરફ આંગળી ચીંધે છે

રાજકોટ : શહેર વોર્ડ નં. ૫ ના યુવા ભાજપ અગ્રણી સંજય ચાવડાનો કાલે તા. ૧૭ સપ્‍ટેમ્‍બરે જન્‍મદિવસ છે. યુવાવયથી જ જાહેર જીવનની શરૂઆત કરનાર સંજય ચાવડા રાજકીયની સાથે સેવાકીય ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા છે. વર્તમાનમાં તેઓ શહેર યુવા ભાજપમાં વોર્ડ નં. ૫માં પાર્ટીનું સંગઠન વધુ સુદૃઢ બને તે દિશામાં પ્રયત્‍નશીલ રહ્યા છે. હાલ શહેર ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્‍ય છે. કાલે ૩૮માં વર્ષમાં પ્રવેશ કરશે.

ખોડીયાર મિત્ર મંડળમાં પણ તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે. સંજય ચાવડા પીઢ ભાજપ અગ્રણી ખીમજીભાઇ મકવાણાના ભાણેજ હોય કોરોનાકાળ દરમિયાન ખીમજીભાઇના માર્ગદર્શન હેઠળ રાહત રસોડા, રાશનકીટ વિતરણ જેવા સેવાકાર્યોમાં પણ સતત અગ્રેસર રહ્યા હતા. વિવિધ સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહે છે. ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, મીત્રો, શુભેચ્‍છકો, પરિવારજનો તરફથી મોબાઇલ નં. ૯૮૨૫૭ ૦૭૦૨૩ ઉપર શુભેચ્‍છા મળી રહી છે

(12:31 pm IST)