Gujarati News

Gujarati News

News of Saturday, 16th September 2023

કુવાડવા ગામના પુર્વ સરપંચ સંજયભાઇ પીપળીયાનો જન્‍મદિવસ

ગ્રામજનોના પ્રશ્નો માટે તન મન ધનથી મદદ કરવા ખડેપગે રહેતાં આગેવાનને ચોતરફથી શુભેચ્‍છાઓ

  રાજકોટ તા. ૧૬: કુવાડવા ગામના પૂર્વ સરપંચ સંજયભાઈ પીપળીયાનો આજે ૪૬મો જન્‍મદિવસ છે. સંજયભાઇના પત્‍નિ સરોજબેન પીપળીયા હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે. સંજયભાઇએ સરપંચ પદે રહીને કુવાડવા ગામના વિકાસના અનેક કાર્યો કર્યા છે. રોડ, રસ્‍તા, વિજળી, પાણી સહિતના પ્રશ્નોના ઉકેલમાં તેઓ સફળતા મેળવતા રહ્યા છે. ગામને પાયાની સુવિધા, શિક્ષણ, આરોગ્‍ય ક્ષેત્રે પણ પુરતી સુવિધા મળે તે માટે સતત જાગૃત રહ્યા છે. કુવાડવા ગ્રામ પંચાયત સંચાલિત મિડલ સ્‍કૂલ માટે ધોરણ ૧૧ અને ૧૨ વગોની મંજૂરીમાં પણ તેઓએ સફળતા મેળવી છે.  ગામલોકોના પ્રશ્નોમાં તેઓ હમેંશા તન મન ધનથી મદદ કરવા ખડેપગે હોય છે. સંજયભાઇને મો. ૯૮ ૯૮૩ ૯૪૪૪૫ ઉપર સતત શુભેચ્‍છાઓ મળી રહી છે.

(12:18 pm IST)