Gujarati News

Gujarati News

News of Friday, 15th September 2023

નિવૃત સનદી અધિકારી જે.કે. આસ્તિકનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી જે.કે. આસ્‍તિકનો જન્‍મ ૧૯૫૬ના વર્ષની તા. ૧૫ સપ્‍ટેમ્‍બરે થયેલ. આજે સિધ્‍ધાંતવાદી યશસ્‍વી જીવનના ૬૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

જે.કે.આસ્‍તિક અગાઉ રાજકોટમાં અધિક કલેકટર સંકલન, સૌરાષ્‍ટ્ર વિભાગીય નગરપાલીકા નિયામક, રૂડામાં મુખ્‍ય કારોબારી અધિકારી, મ્‍યુનિસીપલ ફાઇનાન્‍સ બોર્ડમાં મુખ્‍ય વહીવટી અધિકારી, સુરેન્‍દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર પ્રશંસનીય કામગીરી કરી ચુક્‍યા છે. તેઓ મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકના વતની છે. આઇ.એ.એસ. કેડરમાંથી નિવૃત થયા બાદ સરકારે તેમની ઉત્તમ કામગીરીની કદરરૂપે મહેસુલ પંચમાં નિમણુંક કરી હતી. શુભત્‍વથી શોભતી તેમની કારકિર્દી વહિવટી ક્ષેત્રે પ્રેરણારૂપ ગણાય છે.

 મો. ૯૮૨૫૪ ૪૬૧૨૨ (અમદાવાદ)

(12:07 pm IST)