Gujarati News

Gujarati News

News of Thursday, 14th September 2023

મા ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેનાના પ્રમુખ દિનેશભાઇ ચાવડાનો જન્મદિન

રાજકોટ તા. ૧૪ :.. મા ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના રાજકોટ શહેરનાં પ્રમુખ અને જે માડી યુવા ગ્રુપનાં આગેવાન દિનેશ આર. ચાવડાનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૪૩ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

મા ચામુંડા મોચી જ્ઞાતિ યુવા સેના રાજકોટ શહેરમાં વર્ષોથી અવિરત સેવાઓ આપી રહ્યા છે. સમુહ લગ્ન, વિદ્યાર્થી સન્માન સમારોહ, દાંડીયા રાસ અને અનેક સેવા સંસ્થા સાથે જોડાઇ રહેલ છે. મા ચામુંડાના પરમ ઉપાસક છે. આજે જન્મ દિવસે તેઓને  (મો. ૯૯ર૪૬ ૦૦૦૦૯) ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(5:16 pm IST)