Gujarati News

Gujarati News

News of Wednesday, 13th September 2023

સિંચાઇ વિભાગના નિવૃત્ત જયેન્‍દ્ર ભટ્ટનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૩: સિંચાઇ વિભાગના નિવૃત્ત કર્મચારી જયેન્‍દ્રભાઇ આર. ભટ્ટનો આજે જન્‍મદિન છે. ૬૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. નાનપણ મોરબી શહેરમાં વિતાવ્‍યું. એમ.એસ. હાઇસ્‍કુલ મોરબીમાં ધોરણ-૮ થી ૧૦ સુધી અભ્‍યાસ કરેલ. તેઓ સ્‍વ. રમણીકલાલ ડી. ભટ્ટ તથા સ્‍વ. કમળાગૌરી આર. ભટ્ટનાં નાના પુત્ર છે. મોરબી શહેરમાં તેઓ સંયુકત કુટુંબમાં રહેલ છે. વર્ષ ૧૯૮૦ ના.કા.ઇ. સરીતા માપક પેટા વિભાગ રાજકોટમાં પ્રથમ નિમણુંક થયેલ. ૧૯૮પ માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, રાજકોટમાં જુ. કલાર્ક તરીકે સેવા બજાવેલ. છેલ્લે રાજકોટમાં સિંચાઇ વિભાગમાં ડ્રાફમેનમાં નિવૃત થયેલ. જિલ્લા પુસ્‍તકાલય રાજકોટમાં લાયબ્રેરીમાં સેવા બજાવેલ છે. કલા, સંસ્‍કૃતિ, સામાજીક સેવા સાથે સંકળાયેલ છે. આજે જન્‍મ દિવસે તેઓને મો. ૯૭૩૭૮ ર૮૭૪ર ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

(7:45 pm IST)