Gujarati News

Gujarati News

News of Wednesday, 13th September 2023

સેવાના કામ, નામ વિક્રમઃ શિક્ષણ સમિતિના સુકાની પુજારાનો જન્‍મદિન

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાનો આજે તા. ૧૩ સપ્‍ટેમ્‍બરે જન્‍મ દિવસ છે. વિદ્યાર્થી કાળથી જાહેર જીવનની શરૂઆત કરી તેઓ વ્‍યવસાયે ટેક્ષ કન્‍સલટન્‍ટની સાથોસાથ જાહેર જીવન ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા છે ત્‍યારે જુના વોર્ડ નં. ૧રના ભાજપ વોર્ડ પ્રમુખ તરીકે બે ટર્મ સુધી જવાબદારી સંભાળી ચુકયા છે તેમજ શિક્ષણ સમિતિના સભ્‍ય તરીકે રહી સતત એક જાગૃત વાલી તરીકે ફરજ બજાવી હતી તેમજ તેઓ શહેર ભાજપના મંત્રી તરીકે ત્‍યારબાદ શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી ચુકયા છે અને હાલ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતાના પદને શોભાવી રહ્યા છે ત્‍યારે પાર્ટીનું સંગઠન વધુ સુદઢ બને તે દિશામાં સતત પ્રયત્‍નશીલ રહ્યા છે. ત્‍યારે ભુતકાળમાં ગુજરાત કોર્મશીયલ ટેક્ષ બાર એશોશીએશનના ઉપપ્રમુખ તરીકે અને વર્તમાનમાં સભ્‍ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આજે તેમના જન્‍મ દિવસે (મો. ૯૮રપ૮ ૮રપરપ) ઉપર ઠેર-ઠેરથી શુભેચ્‍છા મળી રહી છે.

(5:06 pm IST)