Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજકીય 'લલિત' કળાના જાણકાર ધારાસભ્ય કગથરાનો જન્મદિન

રાજકોટ : ધડાધડ નિર્ણય અને ફટાફટ કામનો મિજાજ ધરાવતા પડધરી-ટંકારાના કોંગ્રેસી ધારાસભ્ય શ્રી લલિત કગથરા માટે આજે અન્યથી અનોખો દિવસ છે. તેમનો જન્મ તા. ૧ ઓગષ્ટ ૧૯પ૭ના દિવસે થયેલ. આજે ૬૪માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.

મૂળ દેપાળિયા (પડધરી) ગામના વતની શ્રી લલિત કગથરા વર્ષોના અનુભવથી રાજકારણમાં પોતાના નામ જેવી વૈવિધ્યપૂર્ણ કળાના જાણકાર થઇ ગયા છે. ભૂતકાળમાં રાજકોટ જીલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અને કારોબારી સમિતિ અધ્યક્ષ પદે રહી ચૂકયા છે. હાલ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. તેમના જીવનસંગીની બે દાયકા પહેલા રાજકોટમાં કોર્પોરેટર પદે હતા. કગથરા દંપતિ જનસેવાનું મોટુ ભાથુ ધરાવે છે.

મો. ૯૮૭૯પ ૯૯૮૦૦, રાજકોટ.

(12:53 pm IST)