Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજકોટના પૂર્વ શિક્ષણાધિકારી વી.બી. ભેંસદડીયાનો જન્મદિન

રાજકોટઃ શિક્ષણ ક્ષેત્રના સેવાવ્રત તરીકે જાણીતા ડો. વલ્લભભાઇ બી. ભેંસદડિયાનો જન્મ તા. ૧ ઓગષ્ટ ૧૯પપના દિવસે થયેલ. આજે ૬૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મુળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના વાવડી રોડ ગામના વતની છે. રાજયના સંયુકત શિક્ષણ નિયામક પદેથી નિવૃત થયા છે.

વર્ષ ૧૯૯૮નો ભારત સરકારે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો નેશનલ એવોર્ડ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એનાયત થયેલ. વર્ષ ૧૯૯૯માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની શિક્ષણ સેવા વર્ગ-૧માં પાસ થઇ રાજકોટ મુકામે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રાચાર્ય (શિક્ષણ સેવા વર્ગ-૧) ૧ વર્ષ, ૧૦ માસ ફરજ બજાવેલ. તેઓ તા. ર૭-૩-ર૦૦૧ થી ર૮-૭-ર૦૦પ, ૪ાા વર્ષ જીલ્લા શિક્ષણ અધિકારી, રાજકોટ તરીકે યશસ્વી અને સફળ કામગીરી બજાવેલ. સમગ્ર ગુજરાત રાજયમાં સૌપ્રથમ શિક્ષકોની ભરતી માટે કેમ્પ દ્વારા એન.ઓ.સી.-ઇન્ટરવ્યુ જેવી પાદદર્શક વહીવટી પ્રક્રિયાની પહેલ કરી ટયુશનની બદીને નેસ્તનાબુદ કરી લોકહૃદયમાં સ્થાન અંકિત કરેલ.

આજે ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. (મો. ૯૯૦૯૯ ૭૦ર૬૩) તેઓ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:41 am IST)