Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાનો આજે જન્મદિવસ

ત્રણ વર્ષ સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરીઃ પડકારરૂપ કામ કરવા માટે પોલીસમાં ભરતી થયા : હાલ કોરોનાની સારવાર હેઠળઃ ઝડપથી સાજા થવા મિત્રોની શુભકામના

રાજકોટ તા. ૩૧: શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા (મો.૯૯૭૮૪ ૦૦૦૭૭)નો આજે જન્મદિવસ છે. ૩૧-૦૭-૧૯૮૯માં જન્મેલા હસમુખભાઇ ધાંધલ્યાનું મુળ વતન તળાજાનું રોયલ ગામ. કુટુંબ-સગામાં મોટા ભાગના સભ્યો શિક્ષણ ક્ષેત્રે હોઇ હસમુખભાઇએ પણ યુવાનીના ઉંબરે પહોંચ્યા પછી તળાજાના મોટાઘાણા ગામે ત્રણ વર્ષ સુધી સરકારી શાળામાં શિક્ષક તરીકે બાળકોને પાઠ ભણાવ્યા હતાં. પરંતુ કંઇક પડકારરૂપ કરવાની ખેવના હોવાથી ૨૦૧૩માં ડાયરેકટ પીએસઆઇની પરિક્ષા આપી અને સફળતા મળી. પ્રારંભે અમદાવાદ ફરજ બજાવી હતી. ૨૦૧૭થી તેઓ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચમાં પીએસઆઇ તરીકે પ્રશંસનિય કામગીરી કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ શ્રી ધાંધલ્યાને કોરોના સંક્રમણ લાગુ પડ્યાનો રિપોર્ટ આવતાં હાલ કવોરન્ટાઇન રહી સારવાર લઇ રહ્યા છે. તેમને બહોળુ મિત્રવર્તુળ, સ્નહીજનો, અધિકારીઓ જન્મદિવસની સાથે કોરોના મુકત થવાની શુભકામના પણ પાઠવી રહ્યા છે.

(11:28 am IST)