Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

લીંબડીના પૂર્વ પ્રાંત અધિકારી, જૂનાગઢના પૂર્વ અધિક કલેકટર

પુરવઠા નિગમના જનરલ મેનેજર એસ.કે. મોદીને હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી સંજય કે. મોદીનો જન્મ ૧૯૬૬ના વર્ષની તા. ૩૧ જુલાઇએ થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ભરૂચ પંથકના વતની છે. હાલ નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

શ્રી એસ.કે. મોદી પોતાની કારકિર્દી દરમિયાન લીંબડીમાં પ્રાંત અધિકારી, જુનાગઢમાં નિવાસી અધિક કલેકટર, ગુજરાત બાળ અધિકાર આયોગમાં સચિવ, ગિર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ગયા વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીની વ્યવસ્થામાં તેમની ચાવીરૂપ ભૂમિકા હતી.

ફોન નં. ૦૭૯-ર૩રર૧૦૩૭, મો. ૯૮રપ૯ ૭૭૬૬૦ ગાંધીનગર.

(11:28 am IST)