Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પુર્વ સંસદ સભ્ય લલિતભાઇ મહેતાનો જન્મ દિવસ : ૮૪ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૩૦ : પૂર્વ સંસદ સભ્ય (રાજયસભા) લલિતભાઇ મહેતાનો જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૮૪ માં વર્ષમાં પ્રવેશી રહેલ લલિતભાઇ ૪૩ વર્ષ રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા. ગુજરાત ભાજપના ઉપપ્રમુખ તરીકે બે વર્ષ રહી ચુકયા છે. વાંકાનેરમાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ, દોશી આંખની હોસ્પિટલ માટે નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. ગાયત્રી મંદિર, ફળેશ્વર મંદિર, વૃધ્ધાશ્રમ જેવી પ્રવૃત્તિઓમાં મોખરે રહી સહયોગી બને છે. વાંકાનેર જૈન દેરાસરના સલાહકાર અને વિશા શ્રીમાળી સંઘના પ્રમુખ તરીકે તેમજ રાજકોટની વીવીપી એન્જીનીયરીંગ અને આર્કીટેકચર કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે છેલ્લા ૪ વર્ષથી સેવા આપી રહ્યા છે. ૨૩ વર્ષથી વાંકાનેરની પાંજરાપોળ ગૌશાળામાં સેવા આપી વિકાસલક્ષી કામગીરી કરી રહ્યા છે. ૪૫ વર્ષથી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વિવિધ જવાબદારીઓ સંભાળવા સાથે આજે પણ બોર્ડ ઓફ ડીરેકટરમાં કાયમી નિમંત્રીત તરીકે સેવારત છે. તેમના મો.૬૩૫૫૮ ૬૫૦૫૫ છે.

(11:48 am IST)