Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જસદણ શહેર યુવા ભાજપના મહામંત્રી કાર્તિકભાઈ હુદડનો જન્મદિવસ

જસદણ તા. ૨૮ : જસદણ શહેર યુવા ભાજપના મહામંત્રી કાર્તિકભાઈ હુદડનો જન્મ જસદણ તાલુકાના ગોખલાણા ગામે તારીખ ૨૮ - ૭ - ૯૩ ના દિવસે થયો હતો આજે તેઓ તેમના જીવનના ૨૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે તેમણે બી. કોમ., એલ.એલ.બી.,(માસ્ટર ડિગ્રી) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે તેઓ એડવોકેટ (ગુજરાત હાઇકોર્ટ), પ્રમુખ રાજકોટ જિલ્લા અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિ અને જસદણ તાલુકા અને શહેર માં દસ વર્ષ   (બેટર્મ) થી પાર્ટીની જવાબદારી નિભાવી રહ્યા છે તેઓનો સંપૂર્ણ કુટુંબ પરિવાર જનસંઘ એટલે કે રાષ્ટ્રવાદી વિચારધારા માંથી આવે છે તેઓ બહોળું મિત્ર વર્તુળ   અને અઢારે વર્ણવામાં ખૂબ જ લોકચાહના ધરાવે છે ભાજપના તમામ વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો પાસે તેમની છાપ પાર્ટીના વફાદાર સૈનિક, તટસ્થ અને પૂર્ણ નિષ્ઠાથી કામ કરનાર કાર્યકર્તા તરીકેની છે તેઓ ધાર્મિક અને સામાજિક કાર્યકર્તા પણ છે અને ધાર્મિક, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેઓ જીવ-દયા પ્રેમી એટલે કે પશુ, પક્ષી, કુતરા, ગૌમાતા જેવા મૂંગા પ્રાણીઓની કાયમી સેવા કરે છે તેમના જન્મદિવસ નિમિત્તે અનેક ધર્મ સંપ્રદાયના વડા સાધુ-સંતોના આશીર્વાદ ઉપરાંત દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પણ મોકલે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહરભાઈ ચાવડા, રાજકોટના સાંસદ  મોહનભાઈ કુંડારીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, લોધીકા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન  ડી.કે. સખિયા, મહામંત્રી ભરતભાઇ બોઘરા, ભાનુભાઈ મેતા અને જસદણ- વિછીયા પંથકના ભાજપના તમામ આગેવાનોએ ફોન અને શુભેચ્છા પત્રો મોકલી શુભકામનાઓ પાઠવી હતી તેમના મો. ૯૦૧૯૩ ૧૧૧૧૧ પર શુભેચ્છાઓની અનરાધાર વર્ષા થઈ રહી છે.

(11:36 am IST)