Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પત્રકારિતા સહિત બહુમુખી પ્રતિભાઃ રાજેશ પટેલ (સગપરીયા) નો જન્મદિન

  રાજકોટઃ શ્રી રાજેશ પટેલ (સગપરિયા) નો આજે જન્મ દિવસ છે. તા.૨૭ જુલાઈ ૧૯૭૦માં જન્મેલા રાજેશ પટેલ આજે ૫૦ વર્ષ પુર્ણ કરી વન પ્રવેશ (૫૧) કરી રહ્યાં છે.  સૌરાષ્ટ્ર કચ્છની  નાની-મોટી ઘટનાઓને કેમેરામાં કેદ કરવામાં  તેમનું અનેરું યોગદાન રહ્યું છે. સાથે જ તેઓ  ટીવી, ડોકયુમેન્ટરી, વિડીઓ આલ્બમ, સામાજિક ધાર્મિક પ્રસંગોનું  આયોજન અને સામાજીક, સેવાકીય, કલા સંસ્થાઓ સાથે જોડાઈને  કાર્યરત રહે છે.  યુટ્યુબ ચેનલ ગુજસ્ટાર અને આકાર ફિ઼લ્મમાં ધાર્મિક-સામાજીક,  પ્રેરણાદાયક વિડીયો મુકતા રહે છે. તેમના જન્મદિવસ નિમિતે તેમના મો.  ૯૩૭૪૧ ૧૮૧૧૪ પર શુભેચ્છાઓ વરસી રહી છે

(11:04 am IST)