Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાજકોટ યુવા ભાજપ ઉપપ્રમુખ અમિત બોરીચાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૫ : રાજકોટ શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અમિત બોરીચાનો આજે જન્મ દિવસ છે. ૩૦ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. મામા રાજુભાઇ બોરીચાની આંગળી પકડી ૨૦૦૫ માં નાની વયે જ ભાજપમાં જોડાઇ ૨૦૦૮ થી ૨૦૧૦ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે, ૨૦૧૦ થી ૨૦૧૨ સુધી યુવા મોરચાના મંત્રી તરીકે અને બાદમાં ઉપપ્રમુખ તરીકે તેમજ બીજી ટર્મમાં ઉપપ્રમુખ તરીકે સફળ જવાબદારી નિભાવેલ. હાલ વિધાનસભા-૭૧ યુવા મોરચાના પ્રભારીની વધારાની જવાબદારી અદા કરી રહ્યા છે. પોલીસ પરિવારમાંથી આવતા અમિત બોરીચા જયોતિ કલબના મેમ્બર, ન્યાય સંઘર્ષ સમિતિ, સોમનાથ ટ્રસ્ટમાં પણ મેમ્બર છે. આજે યશસ્વી જીવનના ૩૦ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ આગેવાન નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મામા પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચા, યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, પ્રવિણ પાઘડાર, સંજય પીપળીયા, સંજયભાઇ બોરીચા, વૈભવભાઇ બોરીચા અને વિશાળ મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૯૦૪૪ ૦૦૮૦૦ છે.

(12:45 pm IST)