Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

લોકહદયમાં વસેલા (અ)ભૂતપૂર્વ સી.એમ. કેશુભાઇ પટેલનો ૯૩માં વર્ષમાં પ્રવેશ

જોગાનુજોગ આજે બાપાના જમાઇ ડો.મયુર દેસાઇનો પણ જન્મદિન

રાજકોટઃ ભાજપ માટે જાત ઘસીને ચળકાટ આપનારા પુર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલ માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. આજે ર૪ જુલાઇએ તેઓ પ્રભાવી અને સેવાભાવી જીવનના ૯૩માં વર્ષમાં પ્રવેશ્યા છે. (જન્મ ૧૯ર૮) જોગાનુજોગ આજે તેમના જમાઇ અમદાવાદ સ્થિત ડો. મયુર દેસાઇનો પણ જન્મદિન છે.

બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા અને જનસંઘ વખતથી જ ભાજપના પાયાના પથ્થર રહેલા ખમતીધર ખેડુત શ્રી કેશુભાઇએ જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યુ છે. બે વખત મુખ્યમંત્રી, વિપક્ષી નેતા, લોકસભા અને રાજયસભાના સભ્ય વગેરે પદ પર રહી ચુકયા છે. મર્યાદીત ભણતર છતા અમર્યાદીત કોઠાસુઝથી તેમણે ચલાવેલ શાસનને લોકો આજેય યાદ કરી રહયા છે. તેઓ સિધ્ધીના નેતા ગણાય છે.

તેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપને ૧૨૭ વિધાનસભા બેઠકો મળેલ. આ વિક્રમ આજેય અતુટ છે. હાલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. સોમનાથ મહાદેવ સંકુલના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. આજે તેમના પર જન્મદિવસની શુભેચ્છા મુશળધાર વરસી રહી છે. ફોન નં. ૦૭૯-ર૩ર૪૬પ૭પ. મો. ૯૮રપ૩૦૪૯૦૦-ગાંધીનગર.

 

(11:34 am IST)