Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આજે સોમનાથ સુરક્ષા ચક્રના PI વી.એમ. ખૂમાણનો જન્મદિ'

પ્રભાસ-પાટણ તા. રર : ભારતના બાર દિવ્ય જ્યોર્તિલીંગ પ્રથમ ભગવાનશ્રી સોમનાથ મહાદેવ મંદિર સમગ્ર સુરક્ષાચક્રના પોલિસ ઇન્સ. વી.એમ.ખૂમાણ તેમની સફળતમ જીંદગીના પ૮ વરસ પૂર્ણ કરી વયમર્યાદાને કારણે નિવૃત્ત થવાના છે તેવા અધિકારીનો તા.રર આજે જન્મ દિવસ છે. 

રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના મોટાવડા ગામે તા.રર/૮/૬૧ ના રોજ જન્મેલ તેઓ તા.રપ/૯/૮ર ના ગુજરાત પોલિસ દળમાં પોલિસ કોન્સ. તરીકે જોડાયા અને ૧૯૮૯માં સેકન્ડ હેડકોન્સટેબલ અને ૧૯૯૩ માં આસી. પોલિસ ઇન્સ. પ્રમોશન મેળવી ર૦૦૬માં ખાતાકીય પરીક્ષા પાસ કરી પી.એસ.આઇ. બન્યા ભાવનગર-જૂનાગઢ-ગીર-સોમનાથ-સુત્રાપાડા-તાલાલા અને ર૦૧૪માં પી.આઇ. તરીકે પ્રમોશન મેળવી તાલાલા-ઉના-પ્રભાસ-પાટણ અને હાલ ભારતના પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પોલિસ ઇન્સ. તરીકે કાર્યરત છ.ે

તેમના કાર્યકાળ દરમ્યાન અનેક ગુન્હાઓ ડીટેકટ કરી યશસ્વી કામગીરી બજાવી જેમાં કોડીદ્રા મર્ડર, તાલાલા મહંત ખૂન કેસ સહિતનો સમાવેશ થાય છ.ે

સુરક્ષાની પુરેપુરી સજાગ વ્યવસ્થા સંગીનપણે બજાવવા સાથે દેશ-પરદેશથી સોમનાથ આવતા યાત્રીકો-ભાવિકો સાથે સારો નિયમાનુસાર વ્યવહાર દાખવી પોલિસ તંત્ર અને સોમનાથ મંદિરનું ગૌરવ વધારેલ છે.તેમના જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ મોબાઇલ નંબર ઉપર થઇ રહી છે.(૯૭ર૭૭ ૮૭૧૯૦)

(11:09 am IST)