Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળા મંડળના પ્રમુખ યોગેશભાઇ ઘેટિયાનો જન્મદિવસ

ટંકારા તા. ર૦ :.. તાલુકા સ્વનિર્ભર શાળા મંડળના પ્રમુખ યોગેશભાઇ ઘેટીયાનો આજે જન્મદિન છે. તેમનો જન્મ ર૦-૮-૧૯૮૩ માં થયેલ તેઓ જીવનના ૩૬ વર્ષ પુર્ણ કરી ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. શાળાના બાળકોને સર્વોત્તમ શિક્ષણની સાથે મુલ્યવર્ધિ શિક્ષણ, શિસ્ત તથા ચારીત્ર્ય નિર્માણના તેઓ આગ્રહી છે. તદઉપરાંત સમાજ ઉપયોગી સેવાઓ નિદાન કેમ્પ, કેન્સર નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ વગેરે જેવી પ્રવૃતિઓનું આયોજન પણ તેમની સંસ્થામાં કરતા રહે છે અને વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાય ને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. તેમને વિવિધ સંસ્થાઓ, મિત્ર વર્તુળ, પત્રકારો તરફથી જન્મ દિવસની અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ મળી રહી છે.

(1:08 pm IST)