Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

નામ પ્રમાણેના જ ગુણ ધરાવતા અધિકારીની કારકીર્દી અત્યંત તેજસ્વી છે

આજે ગીર સોમનાથ જીલ્લાના dy.sp મોહબતસિંહ પરમારનો જન્મદિવસ

પ્રભાસ પાટણઃ- ગીર - સોમનાથ જીલ્લા અને સોમનાથ મંદિર (સુરક્ષાચક્ર) નાયબ પોલિસ અધિક્ષક એમ.એમ. પરમાર તેમની સફળત્તમ જીંદગીના ૫૩ વરસપુરા કરી ૫૪માં વરસમાં પ્રવેશે છે ત્યારે તેમના વિશાળ શુભેચ્છકો દ્વારા પૂર્વ સંધ્યાથી જ અભિનંદન  વર્ષા થઇ રહી છે.

ધોળકા તાલુકાના જવારજ ગામે તા. ૨૦-૮-૬૬ના રોજ જન્મેલા આ અધિકારીએ બી.કોમ, બી.પી.એડ, એમ.પી.એડ જેવી  તેજસ્વી શૈક્ષણીક કારર્કીદી સાથે રાષ્ટ્રસેવા અભિગમરૂપે ૧૯૯૩માં રાજ્ય પોલિસ દળમાં પી.એસ.આઇથી કારર્કીદી પ્રારંભ કર્યો હતો.

૨૦૦૭માં પી.આઇ. અને ૨૦૧૬માં બઢતી મળતા પ્રથમ પોસ્ટીંગ ગીર- સોમનાથ જીલ્લા હેડકવાર્ટરમાં થયેલ . યોગાનુયોગ નાયબ પોલિસ અધિક્ષક તરીકે કાર્યરત છે. કચ્છ-ભૂજ, અમદાવાદ- જુનાગઢ ,ગાંધીનગર -સ્ટેટ કંન્ટ્રોલ - સુરત બરોડા મહેસાણા સહિતના મહત્વના સ્થળોએ સારી કામગીરી અને કડક સાથે અરજદારને શાંતિથી સાંભળવાની નમ્ર વાત-વ્યવહારથી પ્રજામાં પોલિસતંત્ર ગૌરવ વધાર્યુ. વડોદરામાં તત્કાલીન પોલિસ કમિશ્નર રાધાક્રિષ્ન એસપી પ્રદિપસિંહ જાડેજા સાથે રહી બજાવેલી કામગીરી આજે પણ લોકો યાદ કરે છે.

તેમના શ્રેષ્ઠ ડીટેકશનો અનેક છે. પરંતુ તેમાના મહેસાણાના વિસનગર ખાતે સાત વરસના બાળકનું અપહરણ કરી કરાયેલા ખૂનના આરોપીને શોધી આરોપીને સજા થાય તે પ્રકારનું ચાર્જશીટ બનાવી જેને પરિણામે બે આરોપીઓને કોર્ટમાં ફાંસી સજા મળી હતી.

આજ રીતે વિજાપુરના અપહરણ - બળાત્કાર - ખૂનના આરોપીઓને શોધી જે આરોપીઓને કોર્ટે આજીવન કેદ સજા ફરમાવી

પવિત્ર શ્રાવણમાસમાં પોલિસનો સુંદર કડક અને ે દર્શનાર્થીઓને મદદરૂપ થાય તેવો  બંદોબસ્ત તેઓએ રેન્જ આઇ.જી.સુભાષ ત્રિવેદી અને જીલ્લા પોલિસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ગોઠવેલ છે.  કર્તવ્ય- ફરજનિષ્ઠ અને નમ્ર - મળવા જેવા માણસ મોબતસિંહ મનુભાઇ પરમારને જન્મદિન નિમીતે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા મળી રહ્યા છે. (મો. ૯૯૨૫૧ ૪૩૫૯૫)

(11:27 am IST)