Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

શેઠ બિલ્ડર્સના મુકેશભાઈ શેઠનો જન્મદિવસઃ૬૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ગુજરાતમાં નં.૧નું સ્થાન ધરાવતાં શેઠ બિલ્ડર્સના શ્રી મુકેશભાઈ શેઠનો આજે જન્મદિવસ છે. પ્રતિષ્ઠિત બિલ્ડર્સ અને રેસકોર્સ પાર્ક, પારિજાત હાઈરાઈઝ, પારિજાત રેસિડેન્સી કોલોની, ઈમ્પીરિઅલ હાઈટ્સ અને ગુજરાતના ટોલેસ્ટ રીસોર્ટ લીવિંગ લાઈફ સ્ટાઈલ સિલ્વર હાઈટ્સ અને સિલ્વર કલબ જેવા પ્રોજેકટને સાકાર કરી રાજકોટનું નામ રોશન કરનાર તેમજ નિયો ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેકટર (સપ્તસંગીતી), મ્યૂ.કોર્પોરેશન સ્કૂલ સ્માર્ટ કલાસીસ, ગાંધીજીના આદેશો ઉપર આધારીત આંબરડી આશ્રમ સ્કૂલના સંચાલક પણ છે. ૪૦ વર્ષોથી બિલ્ડીંગ ક્ષેત્ર ઉપરાંત શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પણ તેઓનો બહોળો અનુભવ અને અનન્ય યોગદાન અનન્ય રહ્યું છે. તેવા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રણેતા અને જૈન શ્રેષ્ઠી તેમજ શેઠ બિલ્ડર્સ ગ્રુપના મુખ્ય સંચાલક મુકેશભાઈ શેઠ આજે યશસ્વી જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શ્રી મુકેશભાઈ શેઠના જન્મદિને મો.૯૮૨૪૦ ૪૩૭૨૦ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(4:20 pm IST)