Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ નાયબ કુલસચિવ ડો.કિરીટ પાઠકનો જન્મદિનઃ ૬૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ભાજપના અગ્રણી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદાવિભાગના પૂર્વ નાયબ કુલસચિવ ડો. કિરીટ પાઠક આજે તેમના જીવન યાત્રાના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ માં વર્ષમા પ્રવેશ કરી રહ્યા છે. શ્રી પાઠક ના પિતાજી સ્વ. એમ.જે. પાઠક(નિવૃત્ત ડેપ્યુટી કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી)ની ૩૯ વર્ષની રાજય સરકાર ની બદલી પાત્ર નોકરી ના કારણે સૌરાષ્ટ્ર ના ૧૦જેટલા શહેર માં અભ્યાસ નિવાસ કરેલ હોવાથી સૌરાષ્ટ્ર ના સામાજિક, ભૌગોલિક, રાજકીય બાબતો ના બારામાં વિશેષ જાણકારી હોય તે સ્વાભાવિક છે.

શ્રી પાઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છેલ્લા ચાર દાયકા થી સંકળાયેલ છે. તેઓ રાજકોટમાં વિદ્યાર્થી કાળથી જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. રાજકોટ શહેરમાં ભાજપ યુવા મોરચામાં વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ સોંપવામાં આવેલી હતી ૧૯૮૭-૮૮ માં રાજકોટ શહેર ભાજપ માં યુવા મોરચામાં ઉપપ્રમુખ(બે ટર્મ), મહામંત્રી(૧ટર્મ), મંત્રી(૧ટર્મ)સુધી જવાબદારી સોંપવામાં આવેલી હતી ગુજરાત ભાજપ યુવા મોરચામાં પ્રદેશ કારોબારી સભ્ય તરીકે પણ કામગીરી કરેલી છે. તેઓ   રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ૧૯૯૫  થી ૨૦૦૫સુધી જવાબદારી સોંપેલ હતી તે કાર્યકાળ દરમ્યાન ચેરમેન અને વાઇસ ચેરમેન તેમજ  ૨૦૦૧ રાજકોટ શહેર ભાજપમા ં ઉપપ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવેલ હતી.  રાજકોટ શહેર ભાજપ ના માનવ અધિકાર સેલ ના કન્વીનર તરીકે ૨૦૦૯થી ૨૦૧૨જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટ શહેર ભાજપના શહેર કારોબારીમાં કાયમી નિમંત્રીત સભ્ય તરીકે ઘણા વર્ષોથી છે.

રાજકોટ ભાજપ માં ૧૯૮૯ ની સાલથી લોકસભા,  વિધાનસભા, મહાનગરપાલિકા તેમજ રૈયા(રૈયા નગરપાલિકા નાનામૌવાઅને મવડી(નગર પંચાયત)ના ભાજપ ના સતાવાર ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ ભરવાની કામગીરી છેલ્લા ૩૦ વર્ષથી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે અને આગળ જણાવેલ તમામ ચૂંટણીઓ માં મતદાન ના દિવસે ભાજપ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં આખો દિવસ લીગલ સેલની ટીમ ના અગ્રણી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

ડો.કિરીટ પાઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં કાયદા વિભાગમાં નાયબ કુલસચિવ તરીકે ૧૭ વર્ષ સુધી જવાબદારી સંભાળી અને ત્યારબાદ તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ વયમર્યાદાના કારણે સેવા નિવૃત થયેલ છે. નિવૃત્ત થયા બાદ  પુઃન વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ છે, આ અગાઉ  વકીલાત ના વ્યવસાયમાં હતા ત્યારે રાજકોટ બાર એસોશિએશન માં જોઈન્ટ સેક્રેટરી તેમજ કારોબારી સભ્ય તરીકે જવાબદારી સોંપેલ હતી. તેઓએ બી.કોમ., એલ.એલ.એમ. (એચ.આર.), પી.એચ.ડી., બી.જે.એમ.સી., પીજીડીએચઆર, ડીટીએલપી, એલએસજીડી જેવી ઉચ્ચ પદવીઓ ધરાવે છે.તેઓને મો.૯૪૨૯૨ ૪૪૯૯૯ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:43 am IST)