Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. ગડુનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૭: શહેર પોલીસ તંત્રમાં હાલમાં પીસીબીમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ગડુએ આજે ખંત અને ખુમારીપૂર્ણ જીવનના ૪૪માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

૧૯૯૬માં રાજકોટ શહેરના પ્ર.નગરમાં કોન્સ્ટેબલ તરીકે નિમણુંક બાદ સદર પોલીસ ચોકીથી કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી ગડુએ ઉત્તરોત્તર પ્રગતિ સાથે ત્રાસવાદ વિરોધી દળ, જીઇબી પોલીસ સ્ટેશન, અમરેલી, જુનાગઢ, ભાવનગર, તળાજા વગેરે શહેરોમાં ફરજ બજાવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને થોરાળા પોલીસ મથકમાં પણ ઇન્સ્પેકટર તરીકે તેમણે કરેલી કામગીરીને લોકો સતત યાદ કરી રહ્યા છે. તેઓ પ્રજા માટે અવસર સમાન અને ગુનેગારો માટે આફત સમાન ગણાય છે.  (મો. ૯૬૨૪૯ ૯૯૧૦૫-રાજકોટ)

(11:55 am IST)