Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સ્વરસુંદી પૂનમ ગોંડલીયાનો આજે જન્મદિવસ : ૨૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : દેશ વિદેશ સહિત સમગ્ર ગુજરાતની લોકસંગીતને ચાહનાર પ્રજાને પોતાના કામણગારા કંઠે મંત્રમુગ્ધ કરનાર અને દરેક સ્વરમાં ઈશ્વર છે તેવું માની તમામ પ્રકારની ગાયીકીને ન્યાય આપનાર પ્રસિદ્ધ ગાયિકા પૂનમ ગોંડલીયાનો આજે જન્મદિવસ છે.

તેઓનો જન્મ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે એક સાધુ પરિવારમાં થયેલ છે અને ૭ વર્ષની નાની વયની વારસામાં મળેલ ગાયન કલાને ઉજાગર કરી સંતવાણી લોકડાયરામાં આગવુ અને ઉજળુ નામ મેળવી આજે ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ગંગામૈયા તથા નગર મેં જોગી આયા, લીલાપીળા તારા નેજા ફરકે જેવા મહાન પ્રાચીન ગીતોથી લોકોના દિલમાં વસનાર પૂનમ ગોંડલીયાને સૌ સંગીત પ્રેમીઓ મો.૯૮૨૪૫ ૨૬૯૮૫, ૯૮૨૫૮ ૫૭૧૮૧ ઉપર જન્મદિને શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

(1:23 pm IST)