Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

જિલ્લા પંચાયતમાં દેરડી કુંભાજીનું પ્રતિનિધિત્વ

'સંઘર્ષ'ના સાથી ચંદુભાઈ શીંગાળા, જાગૃત જનસેવકનો જન્મદિન

રાજકોટઃ. જિલ્લા પંચાયતમાં સંઘર્ષના સાથી તરીકે જાણીતા સભ્ય ચંદુભાઈ શીંગાળાનો જન્મ તા. ૧૪ ડીસેમ્બર ૧૯૫૬ના દિવસે થયેલ. આજે ત્રેસઠમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ગોંડલ તાલુકાની દેરડી કુંભાજી બેઠક પરથી કોંગી સભ્ય તરીકે જિલ્લા પંચાયતમાં ચૂંટાયા છે. જાહેર જીવનના વર્ષોના અનુભવી છે. સામાન્ય સભા સહિતના પ્રસંગોએ પ્રશ્નો અસરકારક રીતે ઉઠાવી શકે છે. તેઓ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય છે.

મો. ૭૨૬૫૦ ૧૧૦૦૦ - રાજકોટ

 

(11:46 am IST)