Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજકોટ કોર્પોરેશનના જાંબાઝ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડનો જન્મદિવસ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના એન્સાઇકલોપિડિયા એવા ડો.પંકજ રાઠોડનો આજે ૧૨-ડિસેમ્બરે જન્મ દિવસ છે. પ્રેરણા, પરિવર્તન અને પુરૂષાર્થને કામગીરીનો જીવનમંત્ર બનાવી એક આગવી ઓળખ ઉભી કરેલ છે. આરોગ્ય શાખાના દરેક વિભાગમાં એચીવમેન્ટ મોટીવેશન તથા સતત પ્રજાલક્ષી અભિગમ દ્વારા મહાનગરપાલિકાની આરોગ્યની કામગીરી ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચાડેલ છે શાખા અધિકારી તરીકે દ્રઢ સંકલ્પ અને ટીમ વર્કથી રાજકોટ મહાનગરપાલિકાને 'ઓરી રૂબેલા રસીકરણ અભિયાન'માં ગુજરાતમાં કામગીરી તથા પ્રચાર પ્રસારમાં અવ્વલ નંબર દ્વારા શિલ્ડ પ્રાપ્ત કરેલ છે તેઓએ શહેરમાં બાદ પદાર્થોમાં ભેળસેળ સામે ઝુંબેશાત્મક કાર્યવાહી દ્વારા રેકોર્ડ બ્રેક દરોડા પાડી સમગ્ર રાજયમાં નોંધપાત્ર કામગીરી કરી છે.

તેઓ દ્વારા થયેલ જન્મ મરણ વિભાગમાં રાજકોટની તમામ હોસ્પિટલના બાળકના જન્મની ઓનલાઇન નોંધણી તથા અન્ય નવા કામગીરીને નેશનલ લેવલે બિરદાવેલ છે આજે તેમના જન્મદિને મિત્રો શુભેચ્છકો મો.૯૭૧૪૯ ૦૦૨૦૦ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(2:43 pm IST)