Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ગોંડલના યુધ્ધ એ જ કલ્યાણ ગ્રુપના નિખિલભાઇ દોંગાનો જન્મદિન

ગોંડલ : યુદ્ઘ એ જ કલ્યાણ ગ્રુપના પ્રણેતા એવા નિખિલભાઇ દોંગા આજે તેઓના જીવન સફરના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

તેઓ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ સ્વર્ગસ્થ સંજય ભાદાણી ના દ્વિતિય પુણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું અને તેમાં રેકોર્ડ બ્રેક ૨૮૫૦ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રી બદ્રીનાથ એજયુકેશન ટ્રસ્ટ સાથે મળી અંગદાન સંકલ્પ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા પામ્યો હતો અને ત્યારબાદ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પણ ઉજવવામાં આવી હતી જે સૌરાષ્ટ્રભરમાં યાદગાર રહેવા પામી હતી. તેઓ બહોળો વર્ગ ધરાવે છે. તેઓના જન્મદિન ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. (૨૧.૧૩)

(1:54 pm IST)