Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

વતન તરઘડી, ખુશી હર ઘડી... દિનેશ ચોવટિયાનો જન્‍મદિન

રાજકોટ તા.૧ર : મૂળ પડધરી તાલુકાના તરઘડીના વતની કોંગ્રેસના અગ્રણી ડો. દિનેશ ચોવટિયાનો આજે જન્‍મદિન છે. તેમણે આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. (જન્‍મ તા.૧ર ડીસેમ્‍બર ૧૯૭૦)

દિનેશ ચોવટિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ મંત્રી તરીકે રહી ચૂકયા છે. ખોડલધામ સહિત વિવિધ સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન રહ્યું છે એક સમયે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્‍ડિકેટના સભ્‍ય હતા. આર.ડી.ગારડી શૈક્ષણિક સંકુલ, ન્‍યારાના મેનેજીંગ ટ્રસ્‍ટી છે. શિક્ષણ ક્ષેત્રે વિશેષ સક્રીય છે.  મો.૯૮રપર ૧રપ૦૧ રાજકોટ

(10:44 am IST)