Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વાઇબ્રન્ટ વ્યકિતત્વવાળા મ્યુ. કમિશ્નર અમિત અરોરાનો જન્મદિવસ : ૩૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા. ૧ર :  મ્યુ. કમિશ્નર અમિત અરોરાનો આજે તા. ૧રના જન્મદિવસ છે. આજે તેઓ ૩૬માં વર્ષમાં પ્રવેશ્યા છે. રાજકોટમાં ચાર્જ સંભાળ્યો ત્યારથી શ્રી અરોરા લોકભાગ્ય સુવિધાઓ જેવી કે રસ્તા-બ્રીજ-પાણી જેવી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નાની-મોટી તમામ બાબતોમાં અંગત રસ દાખવી રહ્યા છે. સ્થળ મુલાકાત લઇ પ્રશ્નો ઉકેલવાએ તેમની આગવી કાર્યશૈલી છે.

તાજેતરમાં જ શ્રી અરોરાએ કર્મચારીઓનાં હીતમાં સૌથી મોટો નિર્ણય લીધો હતો. અને નિવૃત્ત થનાર કર્મચારીને નિવૃત્તિનાં દિવસે જ સાંજ સુધીમાં તેનાં હકક-હિસ્સા મળી જાય તેવી વ્યવસ્થા કરાવી જેના કારણે કર્મચારી ગણમાં શ્રી અરોરા પ્રિતી પાત્ર બન્યા છે.

કમિશનર શ્રી અરોરા ર૦૧રની બેચના આઇએએસ ઓફીસર છે. શ્રી અરોરાનું મુળ વતન યુ.પી.નું બરેલી છે. તેઓએ મુંબઇ આઇ.આઇ.ટી.માં બી.ટેક અને એમ. ટેકની ડયુઅલ ડીગ્રી મેળવી છે. ઉપરાંત કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. આમ તેઓ ટેકનીકલ ક્ષેત્રમાં માસ્ટર છે જેનો લાભ શહરેને મળી રહ્યો છે.

રાજકોટના કોરોના વેકસીનેશનની કામગીરી જડપી બનાવવા અને જે મોટા પ્રોજેકટો ચાલી રહ્યા છે. જેવા કે નવા બ્રીજ, રામવન (અર્બન ફોરેસ્ટ) વગેરેને અગ્રતા ઉપરાંત બજેટમાં સુચવાયેલી યોજનાઓ ઝડપી હાથ ધરાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. આજે શ્રી અરોરાને મો. નં. ૯૭૧૪પ ૦૩૭૦૧ ઉપર મિત્રો-શુભેચ્છકો-સ્નેહીઓ જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(4:12 pm IST)