Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજકોટના યુવા એડવોકેટ તેજસ ખરચલીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા. ૮ :. રાજકોટ બાર એસો.ના સભ્ય યુવા એડવોકેટ તેજસ એમ. ખરચલીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ તેમના યશસ્વી જીવનના ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

એલએલ.બી.ની પરીક્ષા પાસ કર્યા બાદ સનદ મેળવી તુરંત જ તેજસ ખરચલીયા તેમના (મોટાભાઈ) કૌશિક એમ. ખરચલીયા સાથે વકિલાતના વ્યવસાયમાં જોડાઈ ગયા છે. માત્ર ત્રણ વર્ષની વકિલાતની પ્રેકટીસમાં સિવીલ ક્રિમીનલ સાઈડમાં મહત્વના કેસો સંભાળી પક્ષકારોને ન્યાય અપાવ્યો છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષથી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં લીગલ એડવાઈઝર તરીકે માનદ સેવા આપી રહ્યા છે. તેજસ ખરચલીયાએ તેમના મિલનસાર સ્વભાવને લઈને બહોળુ મિત્ર વર્તુળ પણ ઉભુ કર્યુ છે. આજે તેજસભાઈને તેમના જન્મ દિવસ નિમિત્તે મો. ૮૮૬૬૮ ૨૭૦૦૫ ઉપર રાજકોટ બાર એસો.ના સભ્યો, સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમણે છેલ્લે ગુજસીટોકના મહત્વના કેસો પક્ષકારો વતી લડીને સફળતા મેળવી છે.

(2:56 pm IST)