Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આસી. સબ ઇન્‍સ. રણજીતસિંહ ઠાકુરનો ૫૮મો જન્‍મદિવસ

રાજકોટ તા. ૮: શહેર પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં રણજીતસિંહ ઠાકુરનો આજે ૫૮મો જન્‍મ દિવસ છે. શહેર પોલીસમાં તેમણે હેડક્‍વાર્ટર, સીઆઇડી આઇબી, માલવીયાનગર, ગાંધીગ્રામ, ડીસીબી, પ્ર.નગર સહિતની બ્રાંચ-પોલીસ સ્‍ટેશનોમાં ફરજ બજાવી છે. ડિટેક્‍શનની કામગીરીમાં પણ તેઓ સાથી ટીમ સાથે સતત કાર્યશીલ રહ્યા છે. ખુબ જ મળતાવડો અને સરળ સ્‍વભાવ ધરાવતાં ઠાકુર બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. તેમને (૯૯૯૮૪ ૪૯૨૯૯) સતત શુભેચ્‍છા મળી રહી છે.

 

(1:42 pm IST)