Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પત્રકાર કેયુર શાહનો ૩૭મો જન્મદિવસ

 

રાજકોટ તા. ૭: કેયુર શાહે ગઇકાલે ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, કેયુરભાઇએ ર૦૦ર થી પોતાની કારકિર્દીની શરૂઆત આજકાલ સાંધ્ય દૈનિકથી કરી હતી, ત્યારબાદ ર૦૦૪ થી ર૦૧૮ સુધી દિવ્યભાસ્કર દૈનિકપત્રમાં રાજકોટ તથા અમદાવાદ ખાતે કામ કરી ચુકયા છે, ત્યારબાદ ગ્લોબલ બાઝાર ડિજીટલ મિડીયામાં મેનેજીંગ એડિટર તરીકે પોતાની ફરજ બજાવી હાલ રાજકોટ ખાસ ખબર દૈનિકમાં સબ એડિટર તરીકે પોતાની ફરજ બજાવે છે, ૧૯ વર્ષની પ્રેસ/મીડિયાની મુસાફરીમાં વગર કોઇપણ જાતના ડાઘ લાગવા નથી દીધા, અને કર્મચારીઓ/અધિકારીઓ સાથેના સારા સંબંધો જાળવવાની તેમની ખાસિયત છે, ડિજિટલ મીડિયા, ઇવેન્ટ્સ અને મીડિયા માર્કેટીંગમાં પણ તેમને બહોળો અનુભવ મેળવ્યો છે, પોઝિટિવ ન્યૂઝ લોકો સુધી પહોંચાડવા એ જ મંત્ર અને સૂત્ર સાથે કાર્યરત રહે છે, સામાજિક કાર્યોમાં પણ આગળ રહેતા કેયુરભાઇને તેમના મિત્રો, વડીલો, અધિકારીઓ, પરિવારજનો, સ્ટાફ મિત્રો દ્વારા તેમના મોબાઇલ નંબરઃ ૯૬૮૭૬ ૦૦૦૦૧ પર શુભેચ્છાઓનો વરસાદ થયેલ.

(1:04 pm IST)